કુંવરબાઈનું મામેરું યોજના 2026: દીકરીના લગ્ન પ્રસંગે મેળવો ₹12,000 ની સહાય (ઓનલાઇન અરજી)

સરકારી યોજના અપડેટ: ગુજરાતમાં દીકરીના લગ્ન એ એક મોટો ઉત્સવ છે, પરંતુ આર્થિક રીતે નબળા પરિવારો માટે આ ખર્ચ ઘણીવાર ચિંતાનું કારણ બની જાય છે. ગરીબ પરિવારોની આ ચિંતા દૂર કરવા માટે ગુજરાત સરકાર “કુંવરબાઈનું મામેરું યોજના” ચલાવે છે.

આ યોજના હેઠળ, સરકાર એક “મામા” ની ભૂમિકા ભજવીને દીકરીના બેંક ખાતામાં સીધી આર્થિક મદદ જમા કરે છે. જો તમારા ઘરમાં પણ લગ્નપ્રસંગ છે, તો આ યોજનાનો લાભ અવશ્ય લો.


ગુજરાતી સંસ્કૃતિમાં ‘મામેરું’ એટલે મામા તરફથી ભાણીને લગ્નમાં આપવામાં આવતી ભેટ. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચાલતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય SC (અનુસૂચિત જાતિ), ST (અનુસૂચિત જનજાતિ) અને OBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ) ની દીકરીઓને આર્થિક ટેકો પૂરો પાડવાનો છે.

લગ્નની તારીખના આધારે સહાયની રકમ નક્કી કરવામાં આવે છે:

લગ્નની તારીખ મળવાપાત્ર રકમ
01/04/2021 પછી ₹12,000 (સીધા બેંક ખાતામાં)
01/04/2021 પહેલા ₹10,000
લાભાર્થી મર્યાદા કુટુંબની બે પુખ્ત દીકરીઓ સુધી
  • રહેઠાણ: અરજદાર ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ.
  • ઉંમર: લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ પૂર્ણ હોવી ફરજિયાત છે.
  • આવક મર્યાદા (Income Limit):
    • SC / ST વર્ગ માટે: વાર્ષિક આવક મર્યાદા ₹6,00,000 સુધી.
    • OBC / EWS વર્ગ માટે: ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000.
  • સમયમર્યાદા: લગ્ન કર્યાના 2 વર્ષની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અરજી કરતા પહેલા નીચે મુજબના ડોક્યુમેન્ટ્સનો ફોટો પાડીને મોબાઈલમાં તૈયાર રાખો:

  1. કન્યાનું આધાર કાર્ડ.
  2. પિતા/વાલીનું આધાર કાર્ડ.
  3. લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ).
  4. કન્યા અને યુવકનો ઉંમરનો પુરાવો (L.C. / જન્મ દાખલો).
  5. સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો.
  6. વાર્ષિક આવકનો દાખલો.
  7. બેંક પાસબુક (કન્યાના નામની – પાછળ પિતા/વાલીનું નામ હોય તો ચાલે).
  8. કન્યાનો પાસપોર્ટ સાઈઝ ફોટો.

હવે કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા e-Samaj Kalyan Portal પર અરજી કરી શકો છો:

  • Step 1: ગુગલ પર “esamajkalyan.gujarat.gov.in” સર્ચ કરો.
  • Step 2: જો તમે પહેલીવાર આવ્યા હોવ તો “New Registration” પર ક્લિક કરી તમારી આઈડી બનાવો.
  • Step 3: લોગીન કર્યા બાદ “Kunwar Bai Nu Mameru Yojana” સ્કીમ પસંદ કરો.
  • Step 4: ફોર્મમાં કન્યાની વિગત ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • Step 5: અરજી સબમિટ કરો. તમને મોબાઈલ પર મેસેજ આવશે.

પ્રશ્ન 1: શું જનરલ કેટેગરી (General) માટે આ યોજના છે?
જવાબ: ના, સામાન્ય રીતે આ યોજના SC, ST અને OBC વર્ગ માટે છે. EWS પરિવારોએ પોર્ટલ પર તપાસ કરવી.

પ્રશ્ન 2: સમૂહ લગ્નમાં લગ્ન કર્યા હોય તો લાભ મળે?
જવાબ: હા! સમૂહ લગ્નમાં લગ્ન કરનાર કન્યાને “સાત ફેરા સમૂહ લગ્ન યોજના” અને “કુંવરબાઈનું મામેરું” બંનેનો લાભ મળી શકે છે (નિયમોને આધીન).

પ્રશ્ન 3: પૈસા કોના ખાતામાં જમા થાય?
જવાબ: સહાયની રકમ માત્ર કન્યાના બેંક ખાતામાં જ જમા કરવામાં આવે છે.

Job Alerts New
Latest Government Jobs
Find Jobs For You
Current Affairs
Daily Updates & PDF Download