ગુજરાત એસ.ટી. નિગમ ભરતી 2026: જે મિત્રો એસ.ટી. બસમાં ડ્રાઈવર કે કંડક્ટર બનીને સરકારી નોકરી મેળવવા માંગે છે, તેમના માટે ખુશખબર છે. વર્ષ 2025 ની સફળ ભરતી બાદ, હવે GSRTC દ્વારા 2026 માં ફરી એકવાર મોટી ભરતીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, અંદાજે 2500 થી 4000 જેટલી નવી જગ્યાઓ (Driver & Conductor) માટે માર્ચ અથવા એપ્રિલ 2026 માં ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી શકે છે. તો ચાલો જાણીએ લાયકાત, પગાર ધોરણ અને લાયસન્સના નિયમો.
પોસ્ટ અને અંદાજિત જગ્યાઓ (Expected Vacancies)
નિગમમાં નિવૃત્ત થતા કર્મચારીઓ અને નવી બસોના ઉમેરાને કારણે નીચે મુજબની જગ્યાઓ આવી શકે છે:
| પોસ્ટનું નામ | લાયકાત (Education) | અંદાજિત જગ્યાઓ |
|---|---|---|
| Conductor (કંડક્ટર) | ધોરણ 12 પાસ + લાયસન્સ | 1500+ |
| Driver (ડ્રાઈવર) | ધોરણ 12 પાસ (સંભવિત) + હેવી લાયસન્સ | 1000+ |
| Mechanic / Helper | ITI પાસ | 500+ |
લાયકાતના નિયમો (Eligibility Criteria 2026)
1. Conductor (કંડક્ટર) માટે:
- શિક્ષણ: ઓછામાં ઓછું ધોરણ 12 પાસ.
- લાયસન્સ: RTO માન્ય Conductor License અને First Aid Certificate હોવું ફરજિયાત છે.
- ઉંમર: 18 થી 34 વર્ષ (અનામત વર્ગને છૂટછાટ મળશે).
- ઊંચાઈ: ઓછામાં ઓછી 160 સે.મી.
2. Driver (ડ્રાઈવર) માટે:
- શિક્ષણ: ધોરણ 12 પાસ (અગાઉ 10 પાસ હતું, પણ હવે 12 પાસ થવાની શક્યતા વધુ છે).
- લાયસન્સ: Heavy Motor Vehicle (HMV) License હોવું જોઈએ.
- અનુભવ: હેવી લાયસન્સ કઢાવ્યા બાદનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
- ઉંમર: 25 થી 38 વર્ષ.
- ઊંચાઈ: 162 સે.મી. (ST માટે 160 સે.મી.).
પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ (New Syllabus 2026)
બંને પોસ્ટ માટે OMR પદ્ધતિથી 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવાશે. ડ્રાઈવર માટે અલગથી 50 માર્ક્સનો ડ્રાઈવિંગ ટેસ્ટ પણ હોય છે.
Conductor Exam Syllabus (100 Marks)
- સામાન્ય જ્ઞાન (GK): 20 માર્ક્સ (ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહો)
- નિગમને લગતી માહિતી & ટિકિટ બુકિંગ: 10 માર્ક્સ
- ગુજરાતી વ્યાકરણ: 10 માર્ક્સ
- અંગ્રેજી વ્યાકરણ: 10 માર્ક્સ
- ગણિત અને રીઝનીંગ: 10 માર્ક્સ
- મોટર વ્હીકલ એક્ટ & ફર્સ્ટ એઈડ: 10 માર્ક્સ
- કોમ્પ્યુટર જ્ઞાન: 20 માર્ક્સ (સૌથી મહત્વનું)
પગાર ધોરણ (Salary)
ગુજરાત સરકારના નવા નિયમો મુજબ હવે ફિક્સ પગારમાં વધારો થયો છે.
- પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર: ₹ 18,500 – ₹ 26,000 (પોસ્ટ મુજબ બદલાઈ શકે છે).
- 5 વર્ષ બાદ સાતમા પગાર પંચ મુજબ પૂરો પગાર અને ભથ્થા મળશે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ (અત્યારથી તૈયાર રાખો)
ભરતી આવે ત્યારે દોડધામ ન કરવી પડે તે માટે નીચેના કાગળો કઢાવી લેવા:
- લિવિંગ સર્ટિફિકેટ (LC).
- જાતિનો દાખલો (EWS/OBC/SC/ST).
- નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ (માત્ર OBC માટે – જો સમય પૂરો થઈ ગયો હોય તો નવું કઢાવવું).
- વેલિડ ડ્રાઈવિંગ લાયસન્સ (હેવી અથવા કંડક્ટર).
- ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ (રેડ ક્રોસ સોસાયટીનું).
- આધાર કાર્ડ અને પાસપોર્ટ ફોટા.
FAQs: વારંવાર પૂછાતા પ્રશ્નો
Q1: શું ડ્રાઈવર માટે 10 પાસ ચાલશે?
Ans: અત્યાર સુધી 10 પાસ માન્ય હતું, પરંતુ સ્પર્ધા વધતા હવે 12 પાસ થવાની શક્યતા છે. ઓફિશિયલ નોટિફિકેશનની રાહ જોવી.
Q2: કંડક્ટર લાયસન્સ ક્યાંથી મળે?
Ans: કંડક્ટર લાયસન્સ માટે તમારે તમારી નજીકની RTO કચેરીમાં અરજી કરવાની હોય છે. તે પહેલાં રેડ ક્રોસ સોસાયટીમાંથી ફર્સ્ટ એઈડની તાલીમ લેવી પડે છે.